Gujarati Quote in Funny by Pravin..

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીત - વ્હાલમ

તું તો રૂપરંગનો કટકો જાણે,
હું છું અલબેલો સાજન...વ્હાલમ
તારી નજરૂએ બાંધી રાખી છે,
મારી આ આવન-જાવન...વ્હાલમ

હું તો કૃષ્ણ-કનૈયાનું મોરપિચ્છ,
તું રાધા નામે રૂપાળી...વ્હાલમ
હું તો કાનુડાની વાંસલડી ને પાઘલડી,
તું રાધા જેવી નખરાળી... વ્હાલમ

તુજને દેખ્યાં બાદ પછી તો,
રુદીયું,મનડું થયું છે ધન-ધન...વ્હાલમ

તું તો રૂપરંગનો કટકો જાણે,
હું છું અલબેલો સાજન... વ્હાલમ
તારી નજરૂએ બાંધી રાખી છે,
મારી આ આવન-જાવન... વ્હાલમ

સાંજ પડે ને સંગ સખીઓ મટકી લઈ,
તું આવે ભરવા યમુના તીરે પાણી... વ્હાલમ
તારા છેલછબીલા,મઘમઘતા,લટકા-મટકા,
કેશ મને બોલાવે યમુના તીરે તાણી... વ્હાલમ

તારો સુંવાળો હાથ મને જો અડકી જાય,
ક્ષણભરમાં તન મારું થાએ પાવન... વ્હાલમ

તું તો રૂપરંગનો કટકો જાણે,
હું છું અલબેલો સાજન... વ્હાલમ
તારી નજરૂએ બાંધી રાખી છે,
મારી આ આવન-જાવન... વ્હાલમ

દલડું દાઝે છે ,જો તું ના આવે કો' દા'ડે ,
ગોકુળની સુમસાન શેરીએ... વ્હાલમ
પગલું મંડાય , એવી આશા છે રૂદીયાને,
એકીટશે છે આજ ધ્યાન શેરીએ... વ્હાલમ

પીપળના છાંયે,વડલાની ડાળે, બેસીને હું ,
મનવી રહ્યો છું મારું મન... વ્હાલમ

તું તો રૂપરંગનો કટકો જાણે,
હું છું અલબેલો સાજન... વ્હાલમ
તારી નજરૂએ બાંધી રાખી છે,
મારી આ આવન-જાવન... વ્હાલમ

Gujarati Funny by Pravin.. : 111110516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now