તમને નહીં તમારી યાદ માગું છું,
તમારી યાદ માં રહેલી એક વાત માગું છું.
તમારી પાસે હું ફુલ નહીં,
ફુલો ની સોડમ થકી તમારું સ્મિત માંગુ છું......
તમારા પ્રેમ નો દરિયો નથી જોઈતો લબ્સ ને,
તે પ્રેમ નું એક ટીપું માગું છું........
મારે નથી જોઈતી રોમેન્ટિક થીયરી,
તારા પ્રેમ નું થોડું પ્રાયોગિક માંગુ છું.......
તમારી ગઝલ ન જોઈએ મારે,
ગઝલ ના શબ્દ માં પામેલ તારો સાથ માગું છું......
તમારી મિત્રતા ના શાબ્દિક ફુલો નહીં,
મિત્રતા ની સાચી ઓળખ માગું છું.......
શૈમી ઓઝા "લબ્સ"