*યાદો* ની મારી દુનિયા માં આવી
મારી એકલતાને ઢંઢોળી ગયો...
એક શખ્સ મારી ખબર પૂછી ગયો....
શાંત અને સ્થિર થયેલા જળમાં પથ્થર નાખી...
એક શખ્સ કોરી આંખ નો દરિયો છલકાવી ગયો...
ઉભા ઉભા જ *"હું બેઠો છું ને...!!"* એમ કહી....
એક શખ્સ આબાદ છટકી ગયો....
બોલી નાખ્યું હોત તો કદાચ શ્રમ ન પડત.... એક શખ્સ ખામોશ રહી ને પણ હાંફી ગયો...
પારુલ ઠક્કર