Gujarati Quote in Song by Devang Dave

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોએ આંજેલું સપનું ઉઘડ્યું,
આશાને અજવાળે પ્રભાત ઉઘડ્યું;

હાથોએ આળસનું આંગણું છોડ્યું,
જોવોને ઘડિયાળે કમઠાણ છેડ્યું;

હૈયાના મધ્યાહને તડકો મહોર્યો,
'કામો'ની ખેંચતાણે આંધણ ઉમેર્યું ;

કાળજે ઝંખનાએ મોરચો ખોલ્યો,
પામ્યા કે ખોયાનો ચોપડો તોલ્યો;

નાભિએ ભિતરેથી જોમને આદર્યુ,
થોડામાં ઘણું કરીને તાકડો રચ્યો;

ભાગેલા કદમોએ ઉમળકો શોધ્યો,
બાકીના અંતરોએ મારગડો કાપ્યો;

દેવાંગો સા સંધાયને ઉંબરો પોકાર્યો,
સાંજે ધરભણીનો મારગડો સુજ્યો !

Gujarati Song by Devang Dave : 111110159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now