કહો તો છોડી દઉં જીવવાનો તમાશો, પણ તમને મજા નહી આવે.
કહો તો છોડી દઉં મુકવાનો નિસાસો, પણ તમને મજા નહી આવે.
શક્ય છે ભુલી ગયો હોત રોમીયો પણ જુલિયેટ્ને, જો ધાર્યું હોત તો,
કહો તો મુકી દઉં તમારા વિચારો,
પણ તમને મજા નહી આવે.
સરળ અને સાવ સહેલું છે દુનિયા સાથે જીવવાનું ટોળું બની ને,
કહો છોડી દઉં સૌ વિદ્રોહિ ખયાલો, પણ તમને મજા નહી આવે...