Gujarati Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્ની કેવી હોવી જોઇએ... ?

?
સવારની મીઠી નિંદર માણી રહ્યા હોય ત્યાં સ્વપ્નમાં
આવી
" નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે....."

ગણગણાવી જાય....

?

?
સાડા સાત પછી ઉઠવાનું
મોડુ થતું હોય ત્યાં
આવી પ્રેમથી કપાળ પર
એક હળવું ચુંબન કરી,
ગાલ થપથપાવી
કહે " એય ઉઠો છો ને...."

?

?

બ્રશ કરો ત્યાં બાલ્કનીમાં
ચા સાથે ન્યુજપેપર
પણ મુકી જાય

અને સાથે ભાવતા બિસ્કીટ અને ગરમાગરમ
નાસ્તો પણ...

પતિની ચાની ચૂસ્કીનો
સ્વાદ લઈને
દિલ
ખોલીને હસવા વાળી....

?

?

નાહવા જ્યાં બાથરુમમાં જાઓ ત્યાં ટુવાલને ગરમ
પાણી વગર કહ્યે
તૈયાર રાખે....

નાહીને આવો ત્યારે મેચિંગ કપડા સાથે રૂમાલ,
પર્સ, મોજાં અને
બેલ્ટ તૈયાર જ હોય...

?

?

પતિ ઓફિસની ટુર પર
જાય ત્યારે
છોકરાઓને કિસ કરવા
મોકલે અને
છોકરાંની નજર ચુકાવી
આંખ નચાવી
ફ્લાઇંગ કિસ આપે....

?

?

સાડા બાર વાગે ફોન કરી ટિફિનમાં મુકેલ
તમારી ભાવતી ટેસ્ટી
વાનગી ખાવાનું યાદ દેવડાવે.....

સાડા ચાર વાગે ફોન
કરી લાડ લડાવી,
વહેલા ઘરે
આવવાની હઠ કરનારી....

?

?

સાત વાગે મસ્ત તૈયાર રહે
ને તમે બેલ મારો તે
પહેલાજ
દરવાજો ખોલે....

ફ્રેશ થઈ ટેબલ પર
પહોચો ત્યાં અવનવી ચટાકેદાર
વાનગીઓ થી થાળી તૈયાર રાખનારી....

?

?

જમ્યા પછી તમારી સાથે આંટો મારવા આવે
અને ચુપકેથી હાથમાં હાથ પરોવી દે..

શોપિંગ મોલ મા જાઓ ત્યારે તમારા બજેટ ને
ધ્યાનમાં
રાખીને જ શોપિંગ કરે....

?

?

ઘરે પાછા ફરો ત્યારે ટહુકો કરીને કહે.." તમે
ટીવી જુઓ હુ બાળકોને હોમવર્ક કરાવી દઉ.."
ક્યારેય કોઇ વાતે
ટક-ટક ના
કરે ને ઉંધો સવાલ
પણ ના પુછે....

?

?
સાસુ-સસરાને પોતાના
મા-બાપ કરતાં
પણ વધારે પ્રેમ કરે..
અને બધા
વ્યવહારિક
કામો જાતે સંભાળી લે.... ?

?બસ આવી સર્વગુણ
સંપન્ન અને
સુંદર સ્ત્રી જોઇએ.

? ભાઇ કોઇને હોય તો અભિનંદન....

????

બાકી નકામાં સપનાં જોવાનું બંધ કરો....

????
???

Gujarati Jokes by બાબા સત્સંગી : 111108894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now