સાવ અનોખી મેં દુનિયા જોઈ છે,
પહેલા કરે મિત્રતા નો દાવો... પછી પૂછે "કોણ છો તમે ??" એવી દોસ્તી પણ મેં જોઈ છે,
ના કરાય ભરોસો અજનબી નો આ દુનિયા માં, પોતાપણા નો દંભ કરનાર ની કહેવાતી ઓળખાણ પણ મેં જોઇ છે,
જોઈ છે દરિદ્રતા મોટા મહેલો માં રહેનારા ની.... અને ઝુંપડા માં રહેનાર ની અમીરાત મેં જોઇ છે,
ના પૂછો અહીં કોણ છે પોતાનું અને કોણ છે પારકું.... પડછાયાની સંતાકૂકડી પણ મેં જોઈ છે,
નથી પ્યાસ હવે પ્રેમ નામની મદિરા ની.... કોરી આંખ માં ઘૂઘવતી દરિયા ની છાલક મેં જોઈ છે... પારુલ ઠક્કર