બારી
ચાતક નજરે પાગલ દિવાની એક ઝરુખે વાટ વાલમ જોઈ બેઠી સદાય ને, સપનાં તને પામવા ના હતા દિલ માં યૌવન તેની કરતું મસ્તી........
ગુલાબ ના ફુલ માં સુગંધ તારી હતી,પવન ની લહેર માં સ્પર્શ તારો લાગતો,ચાંદ માં તારો માસુમ ચહેરો લાગતો એક પાગલ દિવાની એક ઝરુખે રાહ તારી જોઈ બેઠી સદાય ને............
વર્ષા ના નીર તેના કદ મો બહેકાવે,સમાજ ની બેડી હતી,ઉંબરો ચડતો ઠેસે, તેના પગ માં,તારી પ્રેમ દિવાની એક ઝરુખે રાહ તારી જોઈ બેઠી સદાય ને........
યુવાની ની યાદ મજાની,તારી સાથે ની પળનું મનન કરવા ઝંખે બિચારી,તેનું હૈયું ધબકે તારા માટે, તારી દિવાની એક ઝરુખે રાહ જોઈ બેઠી સદાય ને.....
હૈયું પિયું મિલન ને તરસે સદાય ને, તારા પ્રેમ ની વાત આખું ગામ જાણતું સિવાય તારા ,
તને જોઈ તેના હોઠ સુકાતાં,તારી ચાહત માં રડતી રાતો રાત,કદમ તેના લથડી જતાં તને દિલ ની વાત બોલતા,તારી પ્રેમ દિવાની એક ઝરુખે રાહ જોઈ બેઠી સદાય ને.............
શૈમી ઓઝા "લબ્સ"
અમદાવાદ