ઘર ખાલી ખાલી લાગે છે...!

ના કોઈ શોરબકોર ના કોઈ ચહલ - પહલ,
થનગનતું ઘર આજકાલ સુનું સુનું લાગે છે!

અરે જો ! સંભાળીને, શબ્દો ક્યાં ખોવાયા ?
ડગમગ થતાં ડગલાં ક્યાંક સંતાયા લાગે છે !

નાની નાની પગલીમાં એ ઝાંઝરની રણકાર,
સાંભળવાને કાન હવે તરસ્યા થયા લાગે છે !

ગઈ છે મામા ઘરે ઢીંગલી મારી બે દી રહેવાને,
આદત નથી ને બસ આંખ થોડી ભીની લાગે છે !

નથી ગમતું તારા વિના જલ્દી આવને ગુડિયા,
તારી કમીથી ઘર આખું ખાલી ખાલી લાગે છે.

Gujarati Blog by Kavita Gandhi : 111108123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now