પણ તમે માનશો?
હું હાલ બે ડગલાં પાછળ જાઉં,પણ તમે માનશો?
તમે ક્યોં, તો હમણાં માની જાઉં,પણ તમે માનશો?
એક ક્ષણમાં બધું હારી જાઉં,પણ તમે માનશો?
આખેઆખો તમારી પર વારી જાઉં,પણ તમે માનશો?
અણબનાવ ને બાજુ એ રાખી દઉં,પણ તમે માનશો?
સર્વસ્વ તમને સોંપી દઉં,પણ તમે માનશો?
અકડ અહમની છોડી દઉં,પણ તમે માનશો?
જાત પછી તમ સંગ જોડી દઉં,પણ તમે માનશો?
વાત વિચારભેદ ની વિસરી જઉં, પણ તમે માનશો?
આપ સમીપે થોડો સરકી જાઉં,પણ તમે માનશો?...
૮/૩/૨૦૧૮....રાજકોટ ની પરત થતી વેળાએ.....