તને કેમ ભૂલું હું? તારા ચહેરા ની લાલી ને ખીલતી સંધ્યા કીધી તી.. હવે એને જોઉં.. ને તને કેમ ભૂલું હું?..... તારા રેશમી કાળા વાળ ને કાળી ઘટા કીધી તી... હવે એને જોઉં...ને તને કેમ ભૂલું હું?..... પૂનમ ના ચમકતા ચાંદ ને તારા કપાળ ની બિંદી કીધો..હવે એ જોઉં.. ને તને કેમ ભૂલું હું?...સાંજે વાગતી એ ઝાલર ને તારા કંઠ નો રણકાર કીધો..હવે એ સંભળાય...ને તને કેમ ભૂલું હું??...આકાશે ચમકતી વીજ જાણે તારી આંખો નું તેજ ઉછીનું લાવતી..... એ ચમકતો લીસોટો જોઉં... ને તને કેમ ભૂલું હું??.....મારા એક સાદે દોડી ને આવતી... ને હવે એ સાદ નો ખાલી પડઘો સંભળાય.. ને તને કેમ ભૂલું હું??.....