#દેશી_મોર્ડનનું_ટપ_ટપ
આ મોર્ડન જમાનામાં દેશીપણું એક નવી મોર્ડનતા બની ગઈ છે....
ઊંચી સાઈકલના ડાંડિયાની વચ્ચેથી ડ્રાઇવિંગ,
બાજરાના દેશી રોટલા ,
ગાડા મારગ પર ચાલી ચાલી ને ટકો થઈ ગયેલા ટાયરને એક ફૂટની લાકડીથી આખા ગામની ચક્કર મારવાનું,
વેંત વેંત ભરીને અર્જુન માફક એક આંખે નિશાન તાકી બીજી લખોટી ને આંટવાની ,
રસોડામાં રોટલા માં ચાલતું #ટપ_ટપ ,
રસ્તા પર ટાયર પર વાગતી દાંડી નું #ટપ_ટપ ,
પણ અત્યારની આ PUBG પેટર્નને ક્યાંથી સમજાય આ #ટપ_ટપ ..
આમ તો ઘણું લખી શકાય એવો વિષય છે આ..
લ્યો ત્યારે વેકેશન મળ્યું છે ને હું પણ જઇ આવું આ જૂનું ટપ-ટપ યાદ કરવા...
ત્યાં સુધી દિવાળી અને નવા વર્ષ રામ.. રામ...
-પ્રશાંત મુંગરા (પાગલ)...✍️