English Quote in Quotes by Shaimee oza Lafj

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Women's day special.....?????
તું જ કાલ ,તું આજ ,તું વ્યાખ્યા તું, કવિતા,તું શાયરી,તારી શુ વાત કરું વાત આવે,નારી તારી કલમ પણ પુછે,શું લખું નારી તારા માટે........

તુ જ ધરણી સમી ઘર ની જવાબદારી લેનાર,
વંશવેલો વધારનાર,પ્રેમ ની સાચી ઓળખ આપી,
ત્યાગ મુર્તિ સમી,એક ખંડેર સમી ચાર દિવાલ ને ઘર બનાવનાર શુ લખું નારી તારા માટે.........

સુંદરતા તેની ઓળખ, બધાં મોતી ને પ્રેમ ધાગા માં બાંધી,એક પરિવાર ની ખાતર પોતાના સપનાં ને તોડનાર આ લબ્સ શું લખે તારા માટે.........

પ્રેમ ની વર્ષા કરનાર રતી તો,કોઇ વાર હારેલા પુરુષ નો ઢાલ,તો ક્યારે તારા તેજ થી દુશ્મનો ને ભષ્મ કરનારી મા કાલી તારા માટે હું શું લખું.......

પોતાના માંથી બીજો જીવ છુટો પાડનાર,વાત્સલ્ય ની મુરત,પોતાના આંસુ ઓને દિલ માં દબાવી પરિવાર ને હસાવ નાર તારા માટે શું લખું નારી હું......

પોતાની વાગ છટા થી લોકોને દિવાના કરનાર,
કાજલ ઓઝા વૈધ સુંદરતા ને સાહિત્ય નું બીજું નામ,એ નારી તારા માટે શું લખું હું.........

લડાઈ હોય સત્ય ની હોય કે આત્મસમાન ની,
તુ લોકો સત્ય ખાતર અગ્નિ પરિક્ષા,ને પૃથ્વી ના ગર્ભ માં સમાઈ જનાર સદાય માટે,હે નારી સીતા તારા માટે હું શું લખું...........

બુદ્ધિ માં પુરુષો ને માર્ગ દર્શન આપી,સમાજ ને સફળ પુરુષો ની ભેટ ,પ્રેમ ના વિચારો નો વારસો આપનાર,માર્ગદર્શિકા તારા માટે આ લબ્સ ની કલમ પડી છે ફીકી,તારા માટે હું શુ લખું......

પોતાના રાજ્ય ની રક્ષા ખાતર,અંગ્રેજો ને હાર આપી,લડત લડી,અતિબળા ના દર્શન કરાવનાર, ઝાંસી ની રાણી માં લક્ષ્મી તારા બહાદુરી માટે હું શું લખું........

શૈમી ઓઝા "લબ્સ "
અમદાવાદ.......

English Quotes by Shaimee oza Lafj : 111106789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now