English Quote in Blog by Shivneri

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંતરરાષ્ટ્રીય મહિલાદિન હોઇ આજે ફરી નારી વિશે.

સ્ત્રી.... ઇશ્વરનું અદ્દભુત સર્જન. નારી હોવું એ ઈશ્વરનું વરદાન છે. હા, ઘણીવાર ગુસ્સામાં કે કોઇ આવેશમાં આ સ્ત્રી હોવું એ અભિશાપ લાગ્યો હશે પણ અંતરથી એવું અનુભવાય કે એ વરદાન જ છે.
સ્ત્રીનું સર્જન આમતો કોઇ જુદા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું પણ હવે બધુંજ બદલાયું છે. સમાજ,વિચારસરણી,દ્રષ્ટિકોણ,જરૂરિયાતો,શિક્ષણ... અને એના પગલે શિક્ષિત સ્ત્રીઓની માંગ ઉભી થઇ. સારી અને સાચી વાત છે. પણ શિક્ષિતનો અર્થ આપણે careerist કરી લીધો છે. અને એથીજ "નારી સશક્તિકરણ" નો કદાચ જન્મ થયો છે.
પહેલાં સ્ત્રી એના નક્કી કરેલા કાર્યક્ષેત્રમાં જીવતી માટે એને કદાચ ફરીયાદો હતી જ નહીં. આજે પણ હું નાના ગામની, પ્રમાણમાં ઓછું ભણેલી સ્ત્રીને જોઉ છું ત્યારે લાગે છે કે એ વધુ સુખી છે. એને ભણેલી સ્ત્રીને આવે છે એટલા અને એવા વિચારો આવતા જ નથી અને એટલે જ એ સુખી છે. શિક્ષણ પ્રગતિ લાવે, વિકાસ લાવે એ માટે જ હોય છે માત્ર બુદ્ધિની ધાર કાઢી એનાથી પુરુષને ઘાયલ કરવા માટે નહીં.
સ્ત્રી ખુદ એક શક્તિ છે. એનું "સ્ત્રી હોવું" એ જ પુરુષ ને મ્હાત કરવા માટે પુરતું છે. એટલે એને બીજી એકપણ ધારની જરૂર જ નથી આવું મને લાગે છે. માનસિક રોગનો શિકાર મોટાભાગે સ્ત્રી બને છે અને એ પણ શિક્ષિત સ્ત્રી. હું તો અંગત રીતે માનું છું કે "બતાવી દેવુ", "સાબિત કરવું" અને "હંફાવી દેવું" ની ઘેલછા માં સ્ત્રી ઘણું જ ગુમાવી રહી છે. હા , જ્યાં સુધી પોતાની પ્રગતિ એકપણ રીતે અવરોધ ન બને ત્યાં સુધી એ સારી જ છે
આજની મહિલા ને માત્ર "ઠરીઠામ" થવાની જરૂર છે. બહુ બધા મોરચે લડીને થાકેલી સ્ત્રી પણ પુરુષ વગર અધુરી છે સ્વીકાર-અસ્વીકારનો તો સવાલ જ નથી કેમ કે જો એક જ જાતિથી ચાલી જતું હોત તો શું વ્યંઢળો એ ઈશ્વરની ભુલ છે?
માત્ર સ્વીકારની , સમજણની જરૂર છે

कार्येषु मंत्री,भोज्येषु माता,
कर्मेषु दासी,शयनेषु रंभा।

આવી સ્ત્રી ને દુ:ખ છે જ નહી. ક્યા સપુતોની માતાઓ જૉબ કરતી? કે ઉચ્ચ શિક્ષણ મેળવેલી હતી? મને સ્ત્રી શિક્ષણ સામે વિરોધ નથી પણ "શિક્ષણ એ જ ધ્યેય" , "પ્રગતિ એ જ વિકાસ" અને "સ્વ એ જ સર્વ" માની ને સ્ત્રી ચાલશે તો એ એનો જન્મ સાર્થક નહી કરી શકે.
સ્ત્રી શક્તિનો સ્ત્રોત છે. બાળકમાં માતાની શક્તિ ,સમજણ કુનેહ આવે છે અને એ જ આવે છે.. ઓછુ કે નહી ભણેલી સ્ત્રીનું સંતાન પણ બુદ્ધિશાળી હોય જ છે એટલે માતા જેવી બુદ્ધિ હોય એવું તો હોતું જ નથી.
પોતાની પ્રગતિમાં મોટાભાગની જીંદગી કાઢી નાખ્યા પછી એકલતાની પીડામાં પાગલ થઇ જતી અભિનેત્રીઓ પણ આપણે જોઇ છે. માનસિક વિકૃતિ નો ભોગ બનતી સ્ત્રીના મૂળમાં પણ આવા જ કારણો છે
પોતાની આંતરિક શક્તિ,તેજ અને ઈશ્વરીય વરદાન ને બરકરાર રાખી એક સ્વસ્થ સમાજ રચવાની જવાબદારી સ્ત્રીની છે. અને આજે મહિલાદિને એ સંકલ્પ કરીએ કે જે કાર્ય માટે ઈશ્વરે સ્ત્રી રૂપે મોકલ્યા છે એ કાર્ય નિષ્ઠા અને પ્રમાણિક્તાપુર્વક પુરુ કરીએ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સોને હાર્દિક શુભેચ્છા...
#શિવનેરી

English Blog by Shivneri : 111106745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now