એક એવો પડાવ જાગે છે.
અન્ય પ્રત્યે લગાવ જાગે છે.

હોય એકાંત તો હજી સમજ્યા,
ભીડ વચ્ચેય ભાવ જાગે છે.

જ્યાં થતી વાત કોઈ ચાહતની,
એક ચહેરે જ ચાવ જાગે છે.

ફક્ત એ નામનું સ્મરણ કરવા,
માંહ્યલેથી દબાવ જાગે છે.

અનુભવાતું અજીબ આકર્ષણ,
સ્વમાં એનો સ્વભાવ જાગે છે.

Gujarati Funny by Pravin.. : 111106583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now