કર્યો હતો લાંબો ઇંતજાર
હતો કેદ એ અંધારી દુનિયામાં,
થઈ ચૂક્યો આઝાદ આ કરી ઇંતજાર,
એ હેવાન છું જેનો સમય,
નિવાસ સ્થાન છે તારું
નથી હું એ કલી ,
જેનો અંત શક્ય હોય
કાલ છું હું કલીનો
અંશ છું હું કાલ નો
હજી લોહી વહેવું
નથી થયું બંધ
અને હજી વહેશે ઘણું રક્ત
અત્યાર વધેશે અનેક ઘણા
માનવતા માં ઘટાડો થશે અનેક ઘણો
રોક્યો હતો મને કરતાં
પૂર્ણ મારુ કર્તવ્ય,
લઈશ હું મારો બદલો
નહીં માફ કરું કોઈને
તારી અત્યાર સુધીની તકલીફ નું કારણ હું
તારા મન ની વિચલિતતા નું કારણ હું
તારી દુઃખદ યાદો નું કારણ હું
તારી અધૂરી ઈચ્છા નું કારણ હું
કરી છે સહન અનેક તકલીફ
અનુભવ્યો છે ખૂબ દર્દ
એ જ તકલીફ સહન કરીશ તું
એ જ દર્દ તું અનુભવીશ
તારા મનોજગત માં શાસન હશે મારુ
ત્યારે તું જાણીશું મારા દર્દ ને
તારા દરેક પાપથી પ્રસન્નતા અનુભવીશ હું
તારી બેચેની વધારશે મારી શક્તિ