ફેસબૂકમાં ડૂબેલી રહેતી વ્યક્તિનો સમય કેવી રીતે વેડફાય છે?
સૌથી પહેલા તમે એક પોસ્ટ મૂકવાનું વિચારો અથવા તમારી મનગમતી વ્યક્તિએ કોઇ પોસ્ટ મૂકી છે કે નહીં એ ચેક કરવા માટે એફબી ચાલુ કરો.
પોસ્ટ મૂક્યા પછી લાઇક્સ આવે. તમે અમુક લાઇક્સની રાહ જોવો.
એ દરમિયાન બીજા કોઇએ મૂકેલી પોસ્ટ કે બીજા કોઇ વિવાદને લગતા નોટિફિકેશન્સ આવે. તમે એ તરફ પ્રયાણ કરો.
એ પતે ત્યાં સુધીમાં તમારી પોસ્ટના નોટિફિકેશન્સ આવી ગયા હોય. તમે એેને ન્યાય આપવા જાવ.
ત્યાં વળી કોઇ ઇનબોક્સમાં ટપકે. અજાણ્યા પુરુષમિત્ર હોય તો ટૂંકમાં પતી જાય, પણ સ્ત્રીમિત્ર હોય તો વિના કારણ તમે થોડું વધુ ચલાવો અને એમાં ટાઇમ જાય.
થોડી નવરાશ મળે એટલે તમે વહેવારીક બનીને ન્યુઝ ફીડ જોવો, મિત્રોની પોસ્ટને લાઇક્સ આપો. થોડી વાર આ કામ કરો ત્યાં તમારી પોસ્ટ તથા બીજી વિવાદસ્પદ પોસ્ટને લગતા નોટિફિકેશન્સનો ઢગલો થઇ જાય.
તમારી પોસ્ટને મળેલી લાઇક્સની સંખ્યા વધી જાય એટલે એનું લીસ્ટ જોવાનું મન થાય.
લીસ્ટમાં અમુક સુખદ આશ્ચર્યો જોઇને એમની વોલ પર જવાનું મન થાય. કદાચ ઇનબોક્સમાં વાર્તાલાપ શરૂ થાય.
વળી પાછા નોટિફિકેશન્સ આવે. એને એટેન્ડ કરો.
ફેસબૂકમાં સમય આ રીતે વેડફાય છે. તમે તમારી સમજણ મુજબ જ્યાં કાપ મુકાય ત્યાં મૂકો તો થોડો સમય રોજિંદા અને મહત્વના કામકાજ પતાવવા માટે બચશે. બાકી એફબી માટે તો ચોવીસ કલાકેય ઓછા પડવાના છે.