" થાક ગણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે,
"આંખ માં ઊંઘ હતી છતાં ચિંતામાં જાગતા જોયા છે.
"તકલીફો ચારે બાજુ હતી પણ એકલા હાથે હિંમત હાર્યા વગર લડતા જોયાં છે.!
"પાઇ પાઇ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે
એ ખુશી માટે પોતાના શમણાં ને રોળતા જોયા છે "
"પોતાની પસંદગી નાપસંદગ કરી અમારી પસંદગી ને અપનાવતા જોયા છે".
"વ્યક્તિ ભલે એક છે પણ વિશેષતાઓ અનેક છે.
માતા-પિતા સ્વરુપે એક સર્જનહારને મેં જોયા છે"