મનભરીને ઉજવીએ ઉત્સવ સૌ હુતાશણીનો.
રંગે જઈએ રંગાઈએ ઉત્સવ સૌ હુતાશણીનો.
વિદાય આપીએ શિયાળાને ઉનાળાને આવકાર,
હળીમળીને એક થઈએ ઉત્સવ સૌ હુતાશણીનો.
વિજય વધાવીએ પ્રહલાદનો સત્યને સરાહીને,
ચોકે હોલિકા પ્રગટાવીએ ઉત્સવ સૌ હુતાશણીનો.
ધાણી, દાળિયા,ખજૂરની મોજ લઈએ માણીને,
હોળી ખેલી મુખ મલકાવીએ ઉત્સવ સૌ હુતાશણીનો.
સૌ સાથે મળી કરીએ પ્રદક્ષિણા ઠંડીને વિદારીને,
દૂહાછંદની રમઝટ બોલાવીએ ઉત્સવ સૌ હુતાશણીનો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '