''માણસ''
તું હમણાંથી હસતો નથી, રડતો નથી, જાણે તું તારા માં વસતો નથી...
ફૂલોને કદી અડતો નથી ને પ્રેમમાંય પડતો નથી ?
ઝાકળને કદી મળતો નથી ને ટહુકાય સાંભળતો નથી?
છમ છમા છમ બુંદો જ્યારે આકાશે થી પડતી હોય...
એમાંય તું પલળતો નથી ?
તો બહાના બનાવીને રજા લે..
વીતેલા દિવસોની મજા લે...
ભેગા કર ગલીઓ ના બચ્ચાઓ...
આંટી દે બે ચાર કંચાઓ...
કરી લે પકડા પકડી, માની જા થોડું જગડી...
દોડીને સંતાઈ જા, ફળીયા માં ફંટાઈ જા, જડે તો અંચાઇ ખા.
તું ના કરવાનું કરતો રહે છે ને કરવાનું કરતો નથી?
પોતાને ગમે એવા બેચાર શ્વાસો ભરતો નથી?
ઢળતી સાંજે હરિયાળા બગીચે ખુલ્લા પગે ફરતો નથી?
બારી આ બંધ હવે ખોલી દે, નિરાંતે ઝૂલામાં ઝૂલી લે...
હૂંફાળા ખોળામાં બેસી ને વ્હાલ ભર્યા હાથો ને ચૂમી લે...
ઉડતા પતંગિયાં ને રમતી ખીસ્કોલીઓને જોઈ જરા ઝૂમી લે...
ખાલીખમ અગાશીએ જઈ તારાઓ ગણતો નથી ?
આવતા ને જતાં તારા ગમતાં ગીતો ગણ ગણતો નથી?
રેતી ના ઢગલા માં બેસી સપનાના મહેલો
અમથા અમથા પણ ચણતો નથી?
#Unknown