પ્રેમની વ્યથા
હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું એનું દિલ નથી,
આંખો રડી, દિલ રડયું
હવે આંસુ સારવાનો કોઈ અર્થ નથી,
એ મને તરછોડયા કરે ને હું એને ચાહ્યા કરું
એ વાત મને મંજુર નથી,
તને પામી શકું એવી કોઈ રેખા મારા હાથમાં નથી
નસીબદાર તું નથી કે તારા નસીબમાં હું નથી,
ભલે હું હાર્યો ને તે જીતી
પણ મારી હાર જેવો દમ એની જીતમાં નથી,
મિત્રોના સાથમાં હસી લઉં છું જરાક
બાકી મારદર્દ તો ચૂપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને
કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો રહી ગયો.
ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.