આપણા દેશની & આપણી સુરક્ષા કરતાં વીરોને વંદન,
પણ એવું લાગે છે કે તેઓ તેમનું કર્તવ્ય જાણે છે & નિભાવે છે. તેમના થકી દેશ બીજાઓથી સુરક્ષીત રહેશે, પણ આપણા દેશને આમ આદમીથી કોણ બચાવશે!!..??
સ્વછતાથી લઈ ટેક્સ ચોરી, લોભિયા& ધૂતારાથી, સંસાધનોનો દૂર ઉપયોગ, શિક્ષણનું વ્યાપરીકરણ અને કદાચ એને લીધે જ સમાજના ઘડતરની જગ્યાએ અવમૂલ્યન, અંગ્રેજી માધ્યમની પાછળની ઘેલશા આપણી આવનારી પેઢીને માતૃભાષાની કોઠાસૂઝ ને ટેલેન્ટ ની જગ્યાએ ગોખણપટ્ટી કરી તેની હાલત બગાડશે...
આપણે સોશ્યલ મીડિયા માં પોસ્ટ કરવાથી શહીદો ને શ્રધ્ધાંજલી આપીએ છીએ, અને આપણો દેશ પ્રેમ બતાવીએ છીએ. એના કરતાં દેશની આં સમસ્યાઓ પ્રત્યે થોડા સભાન બની એને સામે આપણે પોતે જ બદલાઈ જઈએ. એ સાચી શ્રધ્ધાંજલી & સાચો દેશ પ્રેમ.....
જય હિન્દ... જય ગરવી ગુજરાત