શીર્ષક વાંચતા જ તમને થાય કે આ શું હોય શકે? તો હું પહેલા જ ખુલાસો કરી દઉં કે એક પ્રેમી દ્વારા તેને જ પ્રેમ કરતી એક મહાન પ્રેમિકા ને લખેલો પહેલો અને અંતિમ પ્રેમપત્ર.
છેલ્લી વાર તને મળવાની ઈચ્છા છે. પછી તુ કહીશ તો હું તને કદી નહિ મળું કે બોલું! બસ એકવાર તને જોવાની ઈચ્છા છે. મે સાંભળ્યું કે તારી સગાઈ થઈ છે અને હવે તું તારા થનાર પતિ ને જ વફાદાર રહેવા માંગે છે. જે જાણી ને હું ક્ષણિક આવાક હતો. ખેર,આમેય ઘણા દિવસો થી તારી અને મારી જિંદગી અલગ જેવી જ હતી.આમ તો મારી પણ વાતો ચાલે જ છે ઘરે તેથી હવે હું પણ ક્યાંક ગોઠવાઈ જઈશ. પછી આપડે બંને એક રસ્તે થી બે જુદા રસ્તે જતા રહીશું. છેલ્લી વાર તને મળવાની ઈચ્છા એટલે છે કે હું જોવા માંગુ છુ કે તું હજુ એજ રૂપ માં છે કે તારી સુંદરતા માં ઝાંખપ આવી છે! હું તારા એ શરમાળ મુખ ને ફરી જોવા માંગું છુ. તારી એ આંખો ના નાજુક પલકારાઓ ને મન ભરીને નિહાળવા માંગું છું. કદાચ તારા માટે આ બધું સરળ નહિ હોય કેમ કે મેં તને અચાનક જ છોડી દીધી હતી આ માટે તું મને જિંદગીભર માફ નહિ કરે. મેં જયારે તને છોડી દેવાની વાત કરી ત્યારે તે મને એકવાર વાતચીત કરવા મળવાની ખુબજ જ વિનંતીઓ કરી હતી પણ મેં કઈજ વિચાર્યા વગર તને છોડી દીધી,આ વાત નો અફસોસ મને જીવનભર રહેશે. ખરેખર મારે તને એક તક આપવા જેવી હતી પણ કોણ જાણે હું પણ સમય ના ચક્રવ્યૂહ માં એવો વીંટાઈ ગયો હતો કે સારાનરસા નું મને કઈ ભાન નહોતું. મને લાગે છે મારા આવા વહેવાર ના લીધે જ તું મને મળવા તૈયાર નહિ થાય. તો પણ મને તારા પ્રેમ પર વિશ્વાસ છે હું એમ નથી કહેતો કે મારો પ્રેમ તારા પ્રેમ થી વિશેષ છે પણ મને તારા પ્રેમ પર વિશ્વાસ છે એટલે જ તું મારો આ પત્ર સ્વીકારીશ. હું તને મળવા માટેનું દબાણ નહિ કરું પણ તારા જવાબ ની રાહ જરૂર જોઈશ કે મારા પ્રત્યે હજુ તને કેવો ભાવ છે. હું વિશેષ કઈ નથી કહેતો પણ છેલ્લે એટલું કહીશ કે જો તું મને મળવાનો મોકો આપીશ તો મને થશે કે તે ખરા અર્થ માં મને માફ કરી દીધો છે અને જો તારો જવાબ ના હશે તો હું તને જિંદગીભર નહિ ભૂલી શકું. શક્ય હોય તો તારા જ હાથે લખી ને મને મારા આ પત્ર નો જવાબ આપજે.
લિ: તારો પ્રિય