Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# ચાલો આજે તો શિવ સાથે સાક્ષાત્કાર કરાવી જ દઉં...


.....#.....શિવોહમ્‌....#.....

આમ તો શિવોહમ્‌ એક પંચાક્ષરી મંત્ર છે.જેનો અર્થ થાય છે કે,"હું જ શિવ છું."
પણ સત્ય તો એ છે કે,શિવોહમ્‌ નો અર્થ જાણવા માટે અંતર ના ઊંડાણ માં જવું પડે,કારણ કે શિવ ની વ્યાખ્યા કરવી એલટી સહેલી નથી.ઘણા બધા ગ્રંથો,વેદો ઉપનિષદો લખાય ચુક્યા છે.એમાનું એક વાક્ય મને ખુબ ગમે છે,કારણ કે તે આપણી અંતર ના ઊંડાણ માં વિચારવા મજબુર કરી દે છે.એ વાક્ય છે,"શિવ એટલે આપણે પોતે".
જી હા સાચું સમજી રહ્યા છો!...આપણે અને પરમ સત્તા અલગ નથી.
આવું કેવી રીતે કહી શકીયે?....ચાલો જાણીયે...!

આપણે બધાએ સાંભળેલું હશે કે ભગવાન કણ-કણમાં વસેલા છે.તો શું આપણી અંદર પણ હોઈ શકે?જી હા. ચાલો આ વાત ને એક પ્રસંગથી સમજીયે.

એક સમયની વાત છે,
નારાયણ પરેશાન હતા,એટલામાં નારદજી આવ્યા અને જોયું તો ભગવાન બહુજ ચિંતિત હતા.નારદજી એ નારાયણને પૂછ્યું,શું થયું ભગવાન?કેમ આટલા બધા ચિંતિત છો?એવી કઈ મુશ્કેલી તમને સતાવે છે?નારાયણે નારદજીને કહ્યું, કારણ છે આ કલયુગનો માનવ.
કલયુગનો માનવ?નારદજીએ આશ્ચર્ય સાથે કહ્યું,પરંતુ ભગવાન,માનવ મુશ્કેલીનું કારણ કઈ રીતે હોઈ શકે?
નારાયણે કહ્યું ,કે હું જ્યાં જાવ છું,ત્યાં-ત્યાં માનવ પહોંચી જાય છે. મંદિર,મસ્જિદ,દેરાસર,નદી,પહાડ,સરોવર,આકાશ,પાતાળ એવી કોઈ જગ્યા નથી કે,માણસ મારા સુધી નથી પોહ્ચ્યો.  હવે એવી કઈ જગ્યાએ જાઉં કે માનવ ત્યાં ના આવી શકે?
નારદજીએ હસીને કહ્યું,પ્રભુ તમે માનવની અંદર ચાલ્યા જાવ.બધી જગ્યાએ શોધશે પણ ખુદની ભીતર ક્યારેય નહિ શોધે.

આતો થઇ એક સમજવા જેવી વાત,પણ શું ભગવાન ખરેખર આપણી ભીતર છુપાયેલા છે?

જયારે માણસ ભીતરની યાત્રા પ્રારંભ કરે છે,ત્યારે તેને તેની સાચી ઓળખ,તેના સાચા સ્વરૂપ સાથે થવા લાગે છે કે,હું ખાલી આ સ્થૂળ શરીર નથી.હું એનાથી પણ"પરે" છું.તમને જાણીને આશ્ચર્ય થશે કે,દુનિયાના મહાનમાં મહાન માણસે પણ પોતાની 4% જ શક્તિનો ઉપયોગ કરેલો છે,બાકીની 96% શક્તિ એમની મૃત્યુ સાથે વ્યર્થ ગઇ છે.
ખરા અર્થમાં આપણો જન્મ લેવાનો ઉદ્દેશ્ય આ 96% શક્તિને જાગ્રત કરવાનો છે,જે આપણી અંદર રહેલા "શિવોહમ"ને જગાડશે.

કોઈ મને પૂછે કે તમે કોણ છો?તો કહીશ કે હું કમલેશ છું,પણ એ મારી બહારની દુનિયાની ઓળખ છે.જે માત્ર 4% જ છે.પણ ખરા અર્થ માં હું અને તમે બંને એક જ છીએ.આપણે એ પરમ ચેતનાની બુંદ છીએ,જે બધા માં સમાયેલી છે એટલે કે,"પરમ શિવ."
એ જાણવા માટે યોગાભ્યાસ અને ધ્યાન કરવા જોઈયે.એ શક્તિ ને તમારી અંદર જાગ્રત કરવી પડે.હું એમ નથી કહેતો કે,"સંસાર ત્યાગી દો!"...બિલકુલ નહિ....સાચા અર્થમાં તો એજ ખરો સિદ્ધ જીવ છે,જે આ માયા ભર્યા સંસારમાં રહીને સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે.
જયારે એક પછી એક,આ માયાના આવરણો તમારી ચેતના પરથી દૂર થતા જશે,એમ-એમ તમે અને શિવ એક થતા જશો.માનું છું શરૂઆત ઘણી અઘરી છે,પણ અશક્ય તો નથી જ.

અત્યારે જ,જો આપને શૂન્યાવકાશમાં રહેલા ૐ ની ધ્વની સાંભળવાની ઇચ્છા હોય,તો પદ્માસનમાં બેસી આંખો બંધ કરી,બંન્ને આંખોના મધ્યબિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો,હવે બંને હાથના અંગૂઠા વડે કાન બંધ કરો,અને શરીરની અંદર ઊઠી રહેલી ધ્વની સાંભળો...જે ધ્વની તમને સંભળાશે એજ બ્રહ્માંડની સર્વવ્યાપી શક્તિ,શિવ શક્તિ ની ધ્વની છે...કે પછી એમ કહો કે,ૐ કાર સ્વરુપા શિવનાદ છે...જે સમગ્ર સૃષ્ટીમાં વ્યાપક છે...
બસ એટલું કહીશ કે શિવએ બીજું કંઈ નહીં,આ જીવ જ છે...
"જીવ એજ શિવ અને વિના શિવ બધું શવ..."

જો આપને પણ આમ ધ્યાન કરતાં કરતાં,હું મળી જાઉં તો જણાવજો હો ને...?

જય ભોળાનાથ...

હર હર મહાદેવ....હર...

Gujarati Motivational by Kamlesh : 111105083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now