આવીને માર્ચમાં કૂચ કરાવી જાય છે પરીક્ષા.
ક્યારેક એપ્રિલમાં એ આવી જાય છે પરીક્ષા.
માહોલ તનાવનો કેવો સર્જી જાય છે પરીક્ષા.
મહેનત કરનારને કેવી ગમી જાય છે પરીક્ષા.
' શોર્ટકટ ' નો રસ્તો બતાવી જાય છે પરીક્ષા.
મોસમ મહેનતની રખે ખીલી જાય છે પરીક્ષા.
અભ્યાસથી દૂરને વળી ડરાવી જાય છે પરીક્ષા.
ઉજાગરાને આઈ.એમ.પી.માં થાય છે પરીક્ષા.
ઉચાટ, રઘવાટ છાત્રોમાં ભરી જાય છે પરીક્ષા.
માતાપિતાને પણ ધંધે લગાડી જાય છે પરીક્ષા.
ચૈતન્ય જોષી પોરબંદર.