Gujarati Quote in Thought by jignasa patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ... એક તું જ નથી...



બધું જ છે...
બસ એક તું જ નથી.
તારો સાથ નથી
તારો એ સંગાથ નથી
આજે પણ હું શોધું છું તને
ફૂલો ની મનમોહક મહેકમાં
ને ચકલીઓ ની ચહેક માં
આકાશમાં છવાયેલા વાદળમાં
ને ધરતી પર પથરાયેલ એ લીલી ચાદરમાં
લહેરાતા વાયરાઓના સુસવાટમાં
ને વહેતા પાણીના ખળખળાટમાં
નાનેરાઓ ના આહલાદક સ્મિતમાં
ને મોટેરાઓની સ્નેહભરી પ્રિતમાં
બસ...
બધે શોધી થાકી છુ હવે
ક્યાં કંઈક બાકી છે હવે
આંખો પણ રાહ જોઈ થાકી છે હવે
નથી રહ્યું કંઈક જીવનમાં હવે
બસ યાદોની હારમાળા છે હવે
બધું જ છે
બસ એક તું જ નથી...

Gujarati Thought by jignasa patel : 111104785
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now