કંઇ હા નહીં , કે કંઇ ના પણ નહીં,
જા ક્યાંક દિલ ખોલી ને વાત તો કર
એમ ક્યાં કહું છું કે વાતનો અંત કરી દે
જા ક્યાંક નાનકડી નવી શરૂઆત તો કર !
કોચવાતો અંધકાર,ભાસતો છે ઉજાસ,
જા ક્યાંક સૂરજ સાથે પ્રભાત તો કર
દિલ ના ખૂણે ભરાયેલ વિષાદ ને ખંખેર
જા, ક્યાંક તું ખુશીઓની ખેરાત તો કર !
આમ શું બેસવું ખાલી મોં ફુલાવી ને,
જા ક્યાંક કોક સાથે થોડી પંચાત તો કર !
બસ, હવે બહુ થયું , વધારે નહિ જ મનાવું
જા ક્યાંક કોક ને મનાવવાની ઔકાત તો કર !