જોડકણા ભલે ગણોને તમે,કવિ છું;
હોય કઇં?શબ્દો તણોતો અનુભવી છું!
વાત તણા ભલે અર્થો જે તમે ગણો એ,
તોય કઇં નહી,છંદી તો ન આછંદી છું !
રાગ તણો ભલે ન જ્ઞાની ગણો કવિ છું;
ભાવ લખું હૃદે,શબ્દોનો રણી ધણી છું !
શાયરી રદીફ મત્લા કાફયા મક્તા શું?
જોસ શબ્દે ભરૂં,મસ્તીની ય ખાતરી છું !
નામ ભલે ન હોય દેવાંગ, તોય કવિ છું,
જોડકણા ભલે ગણોને તમે, કવિ છું !!!!