"હું વાટ જોઉં ને તું આવી જાય,
તો એ સપનાની વાત સાચી થઈ જાય..
દર્પણમાં નિરખુ ખુદને ને તારું પ્રતિબિંબ મળી જાય,
તો પ્રેમની ઝલક સંબંધમાં આવી જાય..
શોધ્યા કરું શબ્દો ને તારું નામ આવે તો,
આખી કવિતા બની જાય..
જિંદગીના ઉલઝનભર્યા પાસામાં તારું આગમન થાય તો
મને મંજિલ મળી જાય..
હૈયાનાં ખૂણામાં અને મારી હસ્તરેખામાં તું આવી જાય તો, વિધિના લેખ પણ બદલાઈ જાય..
તારા અને મારા કિસ્મતમાં છે જો જોડાણ તો,
જિંદગી ગુલમહોર બની જાય..
-ચૈતાલી કાપડિયા