#AJ #MATRUBHARTI

*સુગંધ...*

ભળ્યા પછી તુજમાં રોમેરોમ મુજ બહેકી ઉઠી,
જાણે, પાનખર પછી નવી બહાર મ્હોરી ઉઠી !

અસમર્થ છું હું લાગણી વ્યક્ત કરવાને, આતો,
વાત આવી વરસવાની ને વીજળી ઝબકી ઉઠી !

કરવો છે પ્રેમ મારે ફરી ફરી અવનવી રીતે તુજને,
રીત આ પ્રણયની સુગંધ બની ચોમેર પ્રસરી ઉઠી.

ઝાઝું સમજવાની જરૂર ક્યાં? મહેસૂસ કર, કેવી,
આત્મીયતાની જ્યોતિ બંને દિલો માં પ્રગટી ઉઠી !

આખરે ફલિત થયું બીજ મારી નિષ્ઠા મારા પ્રેમનું,
ઊગ્યા મેઘધનુષી ફૂલો અને ફૂલવારી મહેંકી ઉઠી !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

Gujarati Good Night by Milan : 111103539
jagruti rathod 8 year ago

ખૂબ સુંદર

Milan 8 year ago

thanks p Patel

Milan 8 year ago

ના હજી અઢી વરસ ની થઈ છે વાર છે સ્કૂલે જવાનું...

Padmaxi 8 year ago

ખુબ સુંદર રચના

Simran Jatin Patel 8 year ago

હા અમે બધા મજામાં.... મસ્તી કરવાનો સમય છે કરી લેવા દો.... સ્કૂલે જાય છે એ....

Milan 8 year ago

bas એકદમ મજામાં... ઢીંગલી બોજ મસ્તી કરે.. બોલો તમે કેમ છો અને ઘરે બધા ?

Simran Jatin Patel 8 year ago

કેમ છો.... ઢીંગલી શું કરે....

Milan 8 year ago

આભાર સિમરન મિસ્ત્રી

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ રચના..... સુગંધ એકમેકની એકમેકના રોમેરોમમહીં.... એવી તો વસી ગઈ છે કે.... હર શ્વાસે તું જ તું.... મ્હેંકે મુજ માં બની મોગરો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now