સુગંધ....
ડાયરી માં મારે અંતરો બની સમાવવું,જીવન નું સંગીત રચવું તારા સંગ,તારી સામે આ લબ્સ રહી ખાલી,મારી ખાલી જિંદગી માં તારા પ્રેમ ની સુંગંધ
ભરી દેને........
તારો કાજ આ લબ્સ કદમો માં ઝુકાવી મારે
દુનિયા ને,ચાલ ને સંબંધ માં પ્રેમ નું અત્તર મેળવી એ,ચાલ અહમ ભુલી ને એક સંબંધ નો માળો રચીએ, ચાલ ને મારી ખાલી જીંદગી માં તારા પ્રેમ
ની સુગંધ ભરી દેને .......
ચાલ ને આપણી આ પળ ને જીવવા જેવી બનાવીએ,ના બનો આવારા તમે જીવન શીખવે આવારાગીરી વિસરાવે, ચાલ ને મારી ખાલી જીંદગી તારા પ્રેમ ની સુગંધ ભરી દે ને............
મારે પ્રેમની સુવાસ મુકી,આ દુનિયા ને અલવિદા કહી,મારી સાથે તારું નામ જોડી,પ્રેમબીજ રોપી જાવું, મારી જીંદગી ની જમીન માં તું પ્રેમ ના બી રોપ ને,ચાલ ને ખાલી જીંદગી માં તારા પ્રેમ ની સુગંધ આ વાત માં ભરી દે ને,.......
આ સમાજ ના કોચલા તોડી ચાલ ને મુકત મને ઉડી પ્રેમ ને પાંખો આપી, ને મસ્ત જીવી લઈએ,
મારી જીંદગી ખાલી જીંદગી માં તારા પ્રેમ ની સુગંધ ભરી દે ને.... .....
આ દિલ નો ધબકાર બોલે તારું નામ, આ કદમો તારા પાસે આવે થરકતાં ,આ લબ્સ ની ખાલી જીંદગી માં તારા પ્રેમ ની સુગંધ ભરી દે ને......
શૈમી ઓઝા "લબ્સ"
મહેસાણા