તારી સાથેની મધુર ક્ષણો હજી યાદ છે.
તારી સાથેની મધુર પળો હજી યાદ છે.
હતી એ મુલાકાત આમ તો સહજતાથી,
મુલાયમ એ સમય ઘણો હજી યાદ છે.
સરવા થયા હતા કાન ઝાંઝર રણકતાંને,
જાણે કે નૈનપ્રતિક્ષા ગણો હજી યાદ છે.
થઈ હતી તૃપ્તિ મુખચંદ્ર તવ નિહાળતાં,
અપલક નેત્રને સંકોચ તણો હજી યાદ છે.
આવી કોઈ દિલના દ્વારેને ઢંઢોળી ગયુંને,
સ્મરણો જીહ્વાથકી ગણગણો હજી યાદ છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '.