પ્રેમ નગરના......
પ્રેમ નગરના અમે અપરાજિત નૃપ છીએ,
પ્રિત પ્રહરના અમે તપતા ભાસ્કર છીએ.
આંખોને પાપણ રૂપી ઢાલ પાછળ રાખજો,
હૃદયને વેધી સોંસરવા ઉતરતા તીર છીએ.
ક્ષણ વાર નજરથી નજર મિલાવી લીધી તો,
મન અને હૃદય વચ્ચે ઉઠતી ચિનગારી છીએ.
ચિત્તમાં આવતા વિચારો પર સંયમ રાખજો,
રાત્રી માં આવી જંજોરતા અમે સ્વપ્ન છીએ.
ઘણી નૌકાઓ ડુબાડી છે અમે ધ્યાન રાખજો,
વિશાળ "સાગરના" અમે ઉછળતા નીર છીએ.
- જલ સાગર