સદાય મલકાતાં સ્મિત માં પણ ખામોશી રિસાયેલી હોય છે
પણ કદાચ એ નિરખવાનો પણ ક્યાં સમય છે...!!
હસતી આંખો ની પણ બેજુબાની હોય છે,
પણ કદાચ અંદરૂની જુબાની ઓળખવાનો ક્યાં રસ છે કોઈ ને..!!!
ગુલાબી ગાલ માં પડતા ખંજન માં પણ ઘણા ખંજરો ભરાવેલા હોય છે..,
પણ સુંદરતા ની આળ માં એની ગહેરાઈ જોવાનો ક્યાં વખત રહ્યો કોઈ પાસે..!!!
આજ મીઠું સત્ય છે..
જે દેખાય છે એજ સત્ય છે એમ જ માની હરેક સંબંધ બસ ધબકે છે.
અંદર બહાર ની આ દુનિયામાં માનવ ઘણોજ અજંપે છે.
-Hina modha