એક એ હતા એક હું હતી,
શું મજાની એ જિંદગાની હતી..
લાંબી લચક આ જિંદગી માંય
નાની સી એવી આપણી કહાની હતી..
દિવસો હતા એ સોહામણા ને
રાત એ રુહાની હતી..
શું મજાની એ જિંદગાની હતી..
જેમાં કુદરત પણ આપણી દિવાની હતી..
યાદ છે તને એ લીમડા ની છાંય ને પછી,
એ સમડી એ આપી જુબાની હતી..
શું એ મજાની જિંદગાની હતી
જેમાં હરએક પળ ખરેખર જીવવાની હતી..