આ કલાત્મક સીદી સૈયદ ની જાળી, આ મસ્ત ઝૂલતા મિનારા,
જો મારી ડાળે પોપટ ઝૂલે, તો મારે મોટો વૈભવ !
આ સુંદર જામા મસ્જિદ , આ વૈભવશાળી ભદ્ર નો કિલ્લો
જો મારે આંગણે ભૂલકાં નો કિલ્લોલ , તો મારે મોટો વૈભવ !
આ રિવરફ્ર્ન્ટ નો સાથ,આ કાંકરિયા તળાવ ની સહેલગાહ,
જો મુજ ઘરે માબાપ નો વસવાટ, તો મારે મોટો વૈભવ !
આ ફેસબુક ની દુનિયા, આ ઇન્સ્ટા નો વિશાળ વ્યાપ ,
જો mb ના દોસ્તો નું જગત, તો મારે મોટો વૈભવ !