મનામણાં........
અમે તો પવન ને કદમો માં ઝુકાવી બેઠા,
સપનાં માં તને સજાવી બેઠા, આ લબ્સ તારી સામે ઝુકી ગઈ,આ લબ્સ થી તો તું રિસાઈ ગયેલો છે,તને કેમ મનાવું મારા વાલમ........
મારી અંદર તું ઝાંખી જો તારું નામ બોલાય
આ દિલ ના ધબકાર થી આ લબ્સ, તે કેવી દિવાની બની તારી તને કેમ કરી મનાવુ મારા વાલીડાં આ હૈયાં પર તારી જ વાત તને કેવી રીતે કહું આ દિલ ના હાલ તને કેમ મનાવું મારા વાલા.......
આ લબ્સ ના શ્વાસ નું સંગીત સાંભળી જો તારા નામ ના સ્વર સુણાય છે,આભ માં એક તારો ખોળ્યો,ન જાણે કેમ અમે આભ માં તારા નામે કરી બેઠાં,તને કેમ મનાવુ મારા વાલમ,આ દિલ પણ હવે મારુ નથી રહ્યુ.......
આ દિલ ને પુછ તારી કિંમત, અમે તો તારી સામે પોતાને હારી બેઠા, તારી યાદ માં પોતાને રડાવી બેઠા તને કેમ મનાવું સાયબા આ દિલ તો તારું ગુલામ બની ગયું હવે....
આ લબ્સ નું દિલ નથી કઠોર, તને પામવા થકી આ દિલ ને ખોટો દિલાસો આપી બેઠા,તને કેમ મનાવું મારા વાલા આ દિલ હવે મારા કહ્યાં માં નથી...
આ દિલ ની તડપ,ફરી આંખ થશે ભીની તારા
વચન થકી અમે આ જીંદગી તારા નામ કરી બેઠાં
તને કેમ કરી મનાવુ પિયા........
શૈમી ઓઝા લબ્સ