?ચૉકલેટ ડે ?
એવુ જરૂરી તો નથી દરેક સંબંધો ને કોઈ નામ આપવું જ પડે, હા તે બન્ને મિત્રો થી પણ કાંઈક વધુ હતા પણ શું તે કહેવું બોવ મુશ્કેલ હતું તેમના માટે પણ નક્કી કરવું, પ્રેમ તો બન્ને કરતા હતા પણ ક્યારેય પ્રપોસ નોહતો કરીયો બે માંથી કોઈએ પણ, કદાચ જરૂરત જ નોહતી પડી ક્યારેય, એક બીજા ની ખુશી ઉદાસી, પસંદ નાપસંદ, ગામા અણગમો, આંસુ સ્મિત, બધાં ની ખબર રહેતી તેમને, ઘણી વાતો તો વગર કહીએ ખબર પડી જતી, કેટલાક સવાલો તો માથાની કરચલીઓ પૂછી લેતી હતી.
તે બન્ને એક બીજા ના માટે તો નોહતો બન્યા પરંતુ તેમના ઝગડા એક કાતિલ મુસ્કાન પર તો પૂરાં પણ થઈ જતાં, તે તેના પર ગુસ્સો કરતા કરતા જ હસવા લાગતો હતો. અને તેની સાથે હસતાં હસતાં તેની અંખો મા આંસુ પણ આવી જતાં હતાં, તેમને ચિંતા હતી એકબીજા ની, તે પૂરક હતા એકબીજા ના, ફેબ્રુઆરી મહિના ની સાંજ હતી અને બન્ને કોઈ બૂક ફેર માંથી પાછા ફરી રહ્યા હતા,
કેટલો સામાન લીધો છે હાથો મા લાવ થોડો મને આપી દે, ના હું ઠીક છું, કોઈ પ્રોબ્લેમ નથી, અને તું રહેવાદે! ક્યાક મચક લાગી જશે તો મને જ જવાબદાર ગણીશ
અરે નહીં કહું લાવો થોડી બૂક મને આપી દો!
લે મર તારા જેવું કોણ થાય બધું તું જ ઉઠાવ,
હાહાહા ખબર છે તને આજે ચોકલેટ ડે છે,
આજે તને ચોકલેટ આપીશ
એવું તો લાવ મારી ચોકલેટ,
અરે શરમ નથી આવતી છોકરી પાસે ચોકલેટ માંગતા,
એવું આમતો છોકરી બોલીએ તો તો મોં બગાડે છે અને આજે ચોકલેટ માટે છોકરી બની ગઈ
હાહા ડાચુ સિંધુ રાખ,
સારું તને યાદ છે ને બાળપણ મા જ્યારે તું અને હું શાળા ની બહાર વાળી દુકાને ચોકલેટ ખરીદવા જતા હતા અને તું દુકાન વાળા કાકા ને પૂછતી હતી કાકા આ ૧ રૂપિયા વાળી ચોકલેટ કેટલાની છે, હાહા,
હે હે હે હટ, હા યાદ છે
છોકરા એ તે જ ૧ રૂપિયા વાળી ચોકલેટ પોકેટ માંથી કાઢી અને બન્ને હસતાં હસતાં ચાલવા લાગ્યા
(બાજુ મા ઉભેલી રીક્ષા વાળા ના ચાઈના નાં ફોન મા જોર જોર થી સોંગ વાગી રહીયું હતું..) "तेरा साथ है तो.. मुजे क्या कमी है, अंधेरों में भी मिल रही रौशनी है!!"
૨૭ /૨/ ૨૦૧૯
❤️? બાળક