યાદ છે તને..........
છતી છત્રીએ તારી જોડે ભીંજાવું. યાદ છે તને ?
ડુંડું મકાઈનું આમ સાથે બેસી ખાવું. યાદ છે તને ?
નઝર મળતા તારું શરમાવું, આવીને મૂજમાં સમાવું,
બાથ ભીડતા હૈયાનું જોરથી ઉછળવું, યાદ છે તને?
હાથમાંથી પુસ્તક ખેંચી લઈ, એ મારું તને પઝવવું,
આમ તારું રિસાવું અને મારું મનાવું, યાદ છે તને ?
તારા વાળનો છાંયો કરી અને તારું એ વ્હાલ કરવું,
માથે ચુંબન કરી, તારું ઝીણું હસવું, યાદ છે તને?
લોહીનું આમ વહેવું અને તારી આંખનું એ છલકાવું,
ઘા મને વાગ્યોતો ને ચીસો તારું પાડવું. યાદ છે તને?
આજ મને જોઈને આમ તારું અજાણ્યું થઈ બેસવું.
પહેલા મારા વિના તને ઘડી ના ચાલતું, યાદ છે તને?
દુભાવી દિલ ચાલી ગઈ, વાંક હતો શું એતો કેવું હતું,
મજાકમાં લેતા હતા તારી હર એક ભૂલ. યાદ છે તને?
સરિતા વિનાનો "સાગર" અધૂરો, એમ તુંજ વિનાનો હું.
સાથે જીવવા મરવાના દિધા હતા કૉલ, યાદ છે તને ?
- જલ સાગર