English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

27-02-2019 પાર્ટ ઓફ લાઇફ Vs પાર્ટ ઓફ જોબ

દરેક વ્યક્તિ ((ખાસ કરીને પુરુષ)) બે જિંદગી જીવતા હોય છે. તેના બંન્ને ખભા પર અલગ અલગ જવાબદારી નો પોટલો પડ્યો જ હોય છે. એક ઘરની અને એક ઓફિસ કે ધંધાની. જોકે જરુરી બંન્ને છે અને કદાચ ક-મને જીવવી પણ પડે છે. પણ જો બેલેન્સ જાળવતા ના આવડ્યુ તો બન્ને અસ્તવ્યસ્ત થયી જાય છે.

પત્ની ને એકવાર બહાર થી ખબર પડી કે પતિ ને હમણા ઓફિસ મા ટેન્શન ચાલે છે. એમનો બોસ રોજ ખટપટ કર્યા કરે છે તથા કલીગ્શ બોસ ને ખોટી ચઢવણી કર્યા કરે છે. પત્ની એ જોયુ કે પતિ રોજ થાકી ને ઘરે અાવે પણ ઘર મા અાવતા જ એ એકદમ ફ્રેશ લાગે. આવી ને તરત જ તેને હગ કરી ને મળે તથા બાળકો ને આવી ને તરત જ વ્હાલ કરે.

થોડા દિવસ તેનાથી ના રેહવાયુ તો આખરે પત્ની એ પતિ ને પુછી જ લીધુ કે "તમે ઓકે તો છો ને❓"
પતિ કહે હા "હુ બિલકુલ ઓકે છુ"
પત્ની એ કહ્યુ કે મે સાંભળ્યુ કે તમારા ઓફિસ મા થોડી માથાકુટ ચાલે છે. પતિ એ પત્ની નો હાથ પોતાના હાથ મા લીધો અને કહ્યુ કે હા થોડુ ટેન્શન ચાલે છે પણ એતો ચાલ્યા કરે એને જ તો પાર્ટ ઓફ જોબ કેહવાય ને. તુ આ બધી ખોટી ચિંતા ના કરતી જા.
પત્ની કહે તો પણ તમે ઘર મા આટલુ રિલેક્સ થી કેમ રહી શકો છો❓
પતિ એ કહ્યું કે "જો ઓફિસ મા જે પ્રેસર, ખટપટ કે દાવપેચ ચાલે છે એ પાર્ટ ઓફ જોબ છે અને ઘર મા જે હુ રહુ છુ એ પાર્ટ ઓફ લાઇફ છે"

"હુ ઘર ની ડોરબેલ વગાડુ છુ ને બસ એજ વખતે હુ ઓફિસ નો દરવાજો ફટાક દઇને બંધ કરી દઉ છુ અને તુ ઘર નો દરવાજો ઉઘાડે છે એમા હુ પ્રવેશી જાઉ છુ"
"કદાચ આ ઘર અને તારો તથા બાળકો નો પ્રેમ જ છે જે મને બીજા દિવસે ટટ્ટાર ચાલવા ની હિંમત આપે છે"
આ સાંભળતા જ પત્ની ની અાંખ માથી આંસુ ની ધાર વહી ગયી અને પતિ તેને ભેટી પડ્યો.

મિત્રો કદાચ બ્રેકઅપ અને ડિવોર્શ નુ પ્રમાણ જે વધી રહ્યુ છે એ પાછળ નુ કારણ માત્ર પ્રેમ નો અભાવ જ નથી હોતો પણ સમજદારી નો અભાવ હોય છે. ક્યારે કોને કેટલો સમય આપવો એની સમજ જો પડવા લાગે ને તો કોઇપણ સંબંધ આપણા તરફ થી તુટવા ની શક્યતા બિલકુલ નહિવત થયી જાય છે. સમય ભલે ઓછો અાપો પણ લાગણીઓ અને સંવેદના થી છલોછલ આપો.

English Thought by Jimmy Jani : 111100983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now