ઘણી વાર આપણે કોઇ ખરાબ વ્યક્તિ વિશે બોલતાં હોઇએ છીએ, "જવા દા ને! એના મા-બાપે આવા જ સંસ્કાર આપ્યા છે"
પણ એક સજ્જનને આ શોભે?
આપણે કોઇના ગેરવર્તન ના લીધે એમના માતા-પિતા ના સંસ્કાર પર આંગળી ચીંધીએ છીએ જેને આપણે જાણતા પણ નથી!
કયા મા-બાપ પોતાના બાળકોને ખરાબ સંસ્કાર આપતા હોય? કોણ પોતાના બાળકોને ચોર, ડાકુ, બળાત્કારી, હત્યારા બનવાની તાલીમ આપતા હોય??
મને નથી લાગતું કે કોઈ હશે..!
આપણી સાથે ખરાબ વર્તન કરનાર ના મા-બાપ વિશે ગમે તે બોલવું એ ક્યાંનો ન્યાય છે?
જરા વિચાર કરજો..!