મારી પ્રિય સખી નિરાલી માટે .....
મારી આજની કવિતા...તારા માટે સખી.....
અમરા જેવી જ અમારી પાસે સદા
છતાં તું કૈક અલગ છે તું નિરાલી છે...
હું તને સમજુ છું છતાં અજાણ છું
તું સમજીને ના સમજાય તું નિરાલી છે
તને મારી લાગણી છે અને મને તારી
છતાં તું બધાથી પર છે તું નિરાલી છે
તારી બધી વ્યથા મેં જાણી ઘણી
છતાં તે ઘણું મને નથી કહ્યું તું નિરાલી છે
તે સૌને સાચવ્યા સૌને આપ્યો સમય
બધાને સાચવામાં તું નિરાલી છે
તારી વ્યથા,કથા,ઇચ્છાઓ, તકલીફો
રાખી તે તારા સુુધી તું નિરાલી છે
મિત્રતાની સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યાછે તું
તારાથી તું નિરાલી છે
મારા જીવનની સૌથી અમૂલ્ય ભેટ તું
કે તું મારી સખી છે તું નિરાલી છે
સમય સાથે ચાલી તું દરેક સંજોગે
દરેક સ્થિતિમાં તું નિરાલી છે
તારો સંયમ તારો ધેયય છે શ્રેષ્ઠ
શ્રેષ્ઠ છે તું તારા કર્મથી તું નિરાલી છે
લખવું ઘણું મારે તારા માટે પણ ના લખાયું
તોય હું કહું છું અને કહીશ સદા
કે તું બધાથી તું નિરાલી છે.......