એય જીંદગી જરા થપ ખાઈને બેસને
મનેય થોડું તને માણવા દે ને
તે જે આપ્યું અને નસીબ સમજી
હાથ ફેલાવીને સ્વીકારી લીધું
હવે જરા મારા મનનું પણ થવા દે ને
આમ તું અજાણ્યા નવા નવા ખેલ કરાવે
ક્યારેક મારા પાસા પર મને જીતવા દે ને
તું ચલાવે અે રસ્તે હું ચાલવા લાગી ને હવે
મારા મંજિલના રસ્તાને તારામાં ભળવા દે ને
એય જીંદગી બધા કહે કે તને માણવાની
ખુબ મજા આવે મનેય તારી મજા કરવા દે ને