"તું"
તું મહાન છે , તું જ છે મુર્ખ .
તું શ્રેષ્ઠ છે , તું જ તુચ્છ.
ખુદ પર નાખ આક્ષેપ , બની જા ખુદ નો જ વકીલ.
કોઈ તને શું કહી જાય , કર ખુદ ની ટીકા અને દલીલ.
જાણી લેજે જાત ને , નથી જરૂર દુનિયા ને જાણવા ની.
જીવી લે જીંદગી , નથી જરૂર ખોટી મોંકાણ આણવા ની.
અઢળકો નું વીચારીશ , તો તારૂ જ્ઞાન રહી જશે ગુપ્ત.
કર તારા મન નુ , વિચારી અઢળકો ને લુપ્ત.
તું તને શોધી લે , હું મને શોધી લઉ.
બસ આટલુ કરી , જીવન ટુંકાવી દઉ.