રોજ નીત નવા રંગો માં રંગાતું મોજીલું શહેર મને દેખાય
લાલ દરવાજા ભદ્રકાળી વિશ્વ વિખ્યાત અહીં ના કહેવાય
આમ જોવો તો નિજ નવી બિલ્ડીંગો દેખાય
આ બાજુ જોવો તો એ ભાતીગઢ પોળો થી ઓળખાય
સીધી સૈયદ જાળી ને સાબરમતી આશ્રમ શહેર ની ઓળખ કહેવાય
ગાંધી બાપુ જ્યાંથી નીકળ્યા એ પુલ ને લક્કડિયો બ્રિજ કહેવાય
મધ્ય શહેર ની સાબરમતી ની આગવી ઓળખ કહેવાય
સવાર સવાર માં રિવરફ્રન્ટ પર કોલેજીયા ઓ ની લાઈનો દેખાય
આસમાન માં ઉંચે જે ફરતી એને પતંગ હોટલ કહેવાય
સ્ટ્રીટ ફૂડ ની મજા માણવા માણેક ચોક જવાય
આ રંગીલું મારું શહેર એને અમદાવાદ કહેવાય
સૌ નું મન ગમતું આ શહેર એને કર્ણાવતી થી પણ ઓળખાય