માણસ એક ઉખાણું.....
માણસ એક ઉખાણું.
પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ,
કોઈનેયના સમજાણું.
માણસ એક ઉખાણું.
નાની મોટી આડીઅવળી,
ગાંઠોમાં ગંઠાણું.
સીધાસાદા રસ્તા વચ્ચે,
બહુબધું અટવાણું.
માણસ એક ઉખાણું.
મારૂતારૂ તારૂમારૂ,
લાલચમાં લપટાણું.
નાનું અમથું સીધુસાદું,
મોટું થઈ મુઝાણું.
માણસ એક ઉખાણું.
દુનિયામાં એ સમજૂશાણું,
આપસમાં અથડાણું.
જન્મે માનવ ધર્મે માનવ,
કર્મે પશુ કહેવાણું.
માણસ એક ઉખાણું.
-- વિષ્ણુ પંચાલ