|| મુક્તક ની જુગલબંધી ||
" *તારા વિના...* "
એક ખાલીપો વરતાય છે તારાં વિના..
સ્મિત અધૂરું રહી જાય છે તારાં વિના..
હાથ પકડીને સાથ આપ્યો..
હવે છોડી જવુ આ દુનીયા તારાં વિના.
*અનામી HeeR*
રહીશ કેમ આમ હવે મારા વિના
એકલાં દિ તો જતો નથી મારા વિના
હાથ પકડીને પણ ચાલી નિકળી જા..
સહેલું કંઈ નથી જીવવું.. મારા વિના...
*નૈmiss.?*
ભીડ માં પણ લાગે છે એકલું એના વિના...
સપના નું નગર છે સુનું એના વિના...
મળ્યો હતો થોડા જ કદમ નો સાથ...
કેમ કપાશે આ સફર હવે એના વિના.
*Parul Thakkar*
ખબર છે નહીં જીવી શકું તમારા વિના,
એક દિવસ પણ નથી જતો તમારા વિના,
જવું પડશે એક દિવસ છોડીને તમને
ડર લાગે છે , કેમ રહીશ હું તમારા વિના.
*Yogi Thakkar*