. *પ્રસંગ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
વિશ્વાસથી વિભોર થઇ મળે,
શ્વાસોમાં એ લક્ષણો થી મળે,
પ્રેમનું વિમાન આકાશે ઊડતું મળે,
*કાશ, આવો પ્રસંગ પણ જોવા મળે*.
જોતો રહું પલ પલની રાહ,
ત્યાજ પ્રસંગની મને જમાવટ મળે.
દર એક ચહેરામાં ખુશી મળે,
દુઃખની કોઈ ત્યાં નિશાની ના મળે,
અલગ પ્રકારની કૃપા જોવા મળે,
*કાશ, આવો પણ પ્રસંગ જોવા મળે*.
દુનિયામાં ઢોલના અવાજો સાંભળવા મળે,
ખુશીના ત્યાં જુંબેશ ઉપાડતા મળે,
એક દિવસ ભગવાન મહેરબાન થતાં મળે,
*કાશ, આવો પણ પ્રસંગ જોવા મળે*.
કોઈથી કોઈ મોઢું ફેરવતું ના મળે,
એકબીજાને સૌવ પ્રેમમાં મળે,
હાથ પકડીને સાથે ચાલતા જોવા મળે,
*કાશ, આવો પણ પ્રસંગ જોવા મળે*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD