ઉર માં આજે જાગી છે એક આશ
મને ય મળી જાય કટકો આકાશ
કેમ કરતાં થાય દિલ માં ઉજાસ
આવે મારે હાથ તારલા નો પ્રકાશ !
ત્યાં તો સંભળાયો અંતરનાદ
ઈશ્વરે આપ્યું તને અઢળક અપાર
તો ય કુદરત ના કટકા ચોરવા તારે
તારા અંતરમન ને ઝંઝોળી ને જગાડ !
કર મહેનત ને દ્ર્ઢ નિર્ધાર
પરિશ્રમ થી જ બધું થાય પાર
તારી જ મક્કમતા ને અડગ ચાલ
તેના થકી જ થાય દિલ માં ઉજાસ !