સાવ સાચું ક્યારેક નથી પરખાતું નેત્ર થકી.
કેટલુંક સહજ હોય છે રહી જતું નેત્ર થકી.
વખતે સગી આંખે જોયેલું પણ ભ્રમ હોય,
ક્યારેક કોઈ હોય છે ઓળખીતું નેત્ર થકી.
આમ તો નજરે જોયેલું સત્ય નજીક હોય,
તોય કોઈ ક્વચિત્ નથી સમજતું નેત્ર થકી.
પાંગરે છે પ્રણય સંબંધો તારકમૈત્રી બનીને,
સમયે કોઈ નીરખી આપસ હરખતું નેત્ર થકી.
કોઈ વખતે સ્થાન શબ્દોનું આંખ લૈ લેનારી,
ભાષા ચહેરાની રખે કોઈ ઊકેલતું નેત્ર થકી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '